આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે. જેને સામા પાંચમ પણ કહે છે. આ દિવસે મહિલાઓ નદી કાંઠે જઇ સપ્તઋષિને યાદ કરી સ્નાનાદિ કરી ઉપવાસ કરે છે. અને પાપદોષમાંથી મુક્તિ મેળવે છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા તાલુકાના સમુદ્રી તટે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મહિલાઓ, શ્રદ્ધાળુઓએ ભારે આસ્થાભેર સ્નાન કરીને દિવસના ધાર્મિક મહત્વને સાકાર કર્યું હતું.
આજે ઋષિ પાંચમના દિવસે સુરેન્દ્રનગરમાં હજારો લોકોએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી કુંડમાં ગંગા સ્નાન કર્યું હતું. આજે તરણેતરના મેળામાં લાખો લોકો મેળો માણવા ઊમટી પડ્યા છે અને આવતીકાલે મેળો પૂર્ણ થઈ જતો હોવાથી આજે લોકો મન ભરીને મેળો માણી રહ્યા છે.