ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 22, 2025 2:52 પી એમ(PM)

printer

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી.
દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે.
બીજી તરફ, ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં નવરાત્રિના ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. તો બોરતળાવ આજે છલકાતા ભાવેણાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.