પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આજે પ્રસારિત થનારા લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટ ઇન્ટરવ્યુને સાંભળવા વિનંતી કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, શ્રી ફ્રીડમેન સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ. આ વાતચીતમાં શ્રી મોદીનું બાળપણ, હિમાલયમાં વિતાવેલો સમય અને તેમના જાહેર જીવન સહિત અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. શ્રી ફ્રીડમેને કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે ત્રણ કલાક સુધી પોડકાસ્ટ વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ તેમના જીવનની સૌથી પ્રભાવશાળી વાતચીત હતી.
Site Admin | માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લેક્સ ફ્રિડમેન સાથેનો પોડકાસ્ટ ઇન્ટરવ્યુ પ્રસારિત થશે
