ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM)

printer

આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.21 ડિસેમ્બરને આ વર્ષથી વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી આ વર્ષે પ્રથમ વિશ્વધ્યાન દિવસ નિમિત્તે
દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને તણાવ મુક્ત, શાંતિ અને સુખાકારીની ભાવનાથી જીવન જીવવા માટે પ્રેરણા  આપવાના હેતુથી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે.

ધ્યાનમાં તણાવ, હિંસા અને સામાજિક અશાંતિ સહિત સંખ્યાબંધ વૈશ્વિક પડકારોને પહોંચીવળવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. સંયુક્ત મહાસભાએ તાજેતરમાં આ સંદર્ભમાં ભારત દ્વારા સહ-
પ્રાયોજિત ઠરાવને સર્વસંમતિથી અપનાવ્યો હતો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સદીઓથી ધ્યાન કરવામાં આવે છે.         

આજે આ પ્રસંગે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભારતના કાયમી મિશનના  પ્રતિનિધિ પર્વત નેની હરીશે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ધ્યાન
કરાવ્યું હતું જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના 79મા સત્રના પ્રમુખ અને કેમેરૂનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફિલેમૉન યાંગ તથા ઓપરેશનલ સપોર્ટના ઉપમહાસચિવ અતુલ ખરેએ પણ ભાગ લીધો હતો.