આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ, કેન્દ્રીય પોલીસ સંગઠનો પણ પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આજે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને દિલ્હી પોલીસની સંયુક્ત પરેડ પણ યોજાશે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:00 એ એમ (AM)
આજે પોલીસ સ્મૃતિ દિવસ – આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા
