આજે પોલીસ સંભારણા દિવસ છે. વર્ષ 1959માં આ દિવસે લદ્દાખના હૉટ સ્પ્રિંગ્સમાં ભારે હથિયારથી સજ્જ ચીનના સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં 10 બહાદૂર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારથી દર વર્ષે 21 ઑક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવાય છે.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેશભરમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી. સુરત પોલીસ પરેડ મેદાન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં રાજ્યના ત્રણ અધિકારી અને સમગ્ર ભારતમાં 191 પોલીસ અધિકારીઓને તેમના સર્વોચ્ચ બલિદાન બદલ સન્માનિત કરાયા.
આ અંગે પોલીસ કમિશનર શ્રી ગેહલોતે વધુ માહિતી આપી.
Site Admin | ઓક્ટોબર 21, 2025 2:10 પી એમ(PM)
આજે પોલીસ સંભારણા દિવસ…