દેશભરની સાથેસાથે રાજ્યમાં પણ પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવશે. આજના આ દિને શહિદ થયેલા પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલી અર્પવામાં આવે છે. આજના આ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરના શાહિબાગ સ્થિત પોલીસ મુખ્યમથક ખાતે શહિદ પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે. જ્યારે સુરત ખાતેના આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે અને શહિદોને શ્રધ્ધાંજલી અર્પશે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:12 એ એમ (AM)
આજે પોલીસ સંભારણા દિન નિમિત્તે શહિદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
