આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે.
આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. આકાશવાણીનું દિલ્હી કેન્દ્ર સવારે 11 વાગ્યાથી તેના એફએમ પર પ્રસારણ શરૂ કરશે. રેઈન્બો, ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24×7 ચેનલ પર અંતિમ સંસ્કારનું જીવંત પ્રસારણ કરશે. આકાશવાણીની તમામ સ્થાનિક અને પ્રાથમિક ચેનલો પણ તેનું પ્રસારણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.