આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. પુડુચેરી સરકાર અને ફ્રેન્ચ કોન્સ્યુલેટ દ્વારા સંયુક્ત રીતે આ સ્મૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૧૯૧૮માં આ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધના સાથી દેશો અને જર્મની વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારતમાં ફ્રેન્ચ રાજદૂત થિએરી માથૌ, ફ્રેન્ચ કોન્સ્યુલ જનરલ એટીન રોલેન્ડ-પીગ અને પુડુચેરી જિલ્લા કલેક્ટર કુલોથુંગને બીચ રોડ પર ફ્રેન્ચ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
અગાઉ, ભારત અને ફ્રાન્સના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા અને મૌન પાળવામાં આવ્યું હતું.
Site Admin | નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)
આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મા વર્ષની ઉજવણી