આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે નૌકાદળના કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવાળી INS વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે ઉજવી તેને અવિસ્મરણીય ગણાવતા યાદ કરી. નૌકાદળના તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય નૌકાદળ અસાધારણ હિંમત અને દૃઢ નિશ્ચયનો પર્યાય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ નોકાદળને શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)
આજે નૌકાદળ દિવસની ઉજવણી.