આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો-NDA સંસદીય પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. NDAના લોકસભા અને રાજ્યસભાના સાંસદો આ બેઠકમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકને સંબોધિત કરશે. બિહારમાં મતદાર યાદીના ખાસ ઊંડાણપૂર્વકના સુધારાના મુદ્દા પર ચર્ચા કરવા માટે વિરોધ પક્ષોની માંગણીને લઈને સંસદમાં મડાગાંઠ વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. વિરોધ પક્ષો ખાસ સુધારાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.લોકસભામાં વિરોધ પક્ષોના પ્રદર્શનને કારણે ગઈકાલે રાષ્ટ્રીય રમતગમત વહીવટ વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) વિધેયક 2025 પર ચર્ચા થઈ શકી ન હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે વ્યાપાર સલાહકાર સમિતિની બેઠકમાં રાષ્ટ્રીય રમતગમત વહીવટ વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) વિધેયક પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વિરોધ પક્ષોના વર્તનની નિંદા કરી અને સભ્યોને ગૃહનો સમય ના બગાડવાની અપીલ કરી .
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:42 એ એમ (AM)
આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો-NDA સંસદીય પક્ષની મહત્વપૂર્ણ બેઠક યોજાશે
