ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત અનેક મહાનુભવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે , સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે. આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. દેશ આજે તેમને પણ યાદ કરી રહ્યો છે. શાસ્ત્રીજીએ 1965ના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી દેશને વિજય અપાવ્યો હતો. અને તેમણે જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો.
આ સાથે જ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગાંધી જયંતિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.