કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૯૭૫માં કટોકટી લાદવા બદલ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું છે કે તેનું કારણ દેશની સુરક્ષાનું રક્ષણ કરવું નહીં પરંતુ તત્કાલીન વડા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સત્તા બચાવવાનું હતું. શ્રી શાહે નવી દિલ્હીમાં ‘આપત્કાલ કે ૫૦ સાલ’ સ્મૃતિ કાર્યક્રમને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે લાખો લોકોએ આ દેશના લોકશાહી માટે લડવા માટે પોતાના જીવન, કારકિર્દી અને પરિવારોનું બલિદાન આપ્યું છે.
Site Admin | જૂન 25, 2025 7:59 એ એમ (AM)
આજે દેશભરમાં સંવિધાન હત્યા દિવસ મનાવાઇ રહ્યો છે ત્યારે તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ સત્તા બચાવવા કટોકટી લાદી હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આક્ષેપ