ઓક્ટોબર 2, 2025 7:00 પી એમ(PM)

printer

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાના તહેવારની ઉજવણી…

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તહેવાર ખરાબ અને અસત્ય પર સારા અને ન્યાયના વિજયની ઉજવણી કરે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીના લાલ કિલ્લાના માધવ દાસ પાર્ક ખાતે દશેરા ઉજવણીમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં આઈપી એક્સટેન્શન રામલીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા ઉજવણીમાં ભાગ લેશે.
કોલંબોમાં દશેરાનો તહેવાર ધાર્મિક ભક્તિભાવથી ઉજવવામાં આવી રહ્યો છે. કોલંબોમાં ભારતીય સાંસ્કૃતિક સંગઠને સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટરના સહયોગથી કોલંબોમાં ગણેશ મંદિર ઓડિટોરિયમમાં ઉજવણીની કરી છે. નવરાત્રી અને દુર્ગા પૂજાના સમાપન પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતીય સમુદાયે શનિવારે નવરાત્રીના ઉત્સવની શરૂઆત દાંડિયા રાત્રિથી કરી હતી.