ફેબ્રુવારી 28, 2025 2:13 પી એમ(PM)

printer

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે.
આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આજે દેશમાં વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક સંચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો વિષય છે- વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, જિજ્ઞાસા એ વિજ્ઞાનની માતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વિજ્ઞાન અને જ્ઞાન સાથે મળીને દરેક સમસ્યાના ઉકેલના દ્વાર ખોલે છે. તેમણે દરેકને વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવા અને વિક્સિત ભારત બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી