ફેબ્રુવારી 28, 2025 9:40 એ એમ (AM)

printer

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે.આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, આજે દેશમાં વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક સંચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો વિષય વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવાએ છે.