પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કન્યાઓના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને સલામતી વિશે જાગૃતિ લાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય દરેક કન્યાનું સન્માન કરવાનો અને તેમને આગળ વધવા અને અભ્યાસ કરવા માટે સમાન અધિકારો પૂરા પાડવાનો પણ છે. આ વર્ષે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી “ઉજ્જવળ ભવિષ્ય માટે કન્યાઓનું સશક્તિકરણ” ની વિષયવસ્તુ સાથે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કન્યા દિવસની શરૂઆત વર્ષ 2008 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દીકરીઓને શિક્ષણ, તેમના અધિકારો અને તેમના વિકાસ માટે તમામ તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015 ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
Site Admin | જાન્યુઆરી 24, 2025 2:01 પી એમ(PM) | કન્યા દિવસ
આજે દેશભરમાં રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
