આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર વસંત ઋતુનું આગમન અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું પ્રતીક છે. આ પર્વ એકતા અને સદભાવનાને પ્રોત્સાહન આપે છે.
ગઈકાલે હોલિકા દહન સાથે તહેવારની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળી ધુળેટીનાં પર્વની શુભકામના આપી છે.
આજે ધુળેટી નિમિત્તે દેશબજારનાં બજારોમાં પિચકારી, રંગો, હર્બલ ગુલાલ, મીઠાઈઓ સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. હોળીને ધ્યાનમાં રાખીને, તહેવારને વધુ ખાસ બનાવવા માટે ખાદ્યપદાર્થોની દુકાનો પર ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યા છે.
એઇમ્સ નવી દિલ્હીના ત્વચા નિષ્ણાંત ડોક્ટર કૌશલ વર્માએ હોળી રસિયાઓને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
રાજ્યભરમાં આજે લોકોમાં ધુળેટીની ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાજ્યનાં સુપ્રસિધ્ધ યાત્રાધામો અંબાજી, પાવાગઢ, દ્વારકા તથા ડાકોર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે યાત્રા ધામો ખાતે હોળી પ્રગટાવીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
Site Admin | માર્ચ 14, 2025 9:24 એ એમ (AM)
આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની ઉજવણી…
