આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેઓ 14મી સદીના એક મહાન સંત હતા. તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુરમાં ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં તેમની જન્મજયંતિ ઉજવવા માટે ભેગા થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુરુ રવિદાસજીએ માનવતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ ધર્મ અને જાતિના આધારે ભેદભાવ દૂર કરવા અને સમાજમાં એકતા લાવવા માટે સમર્પિત રહ્યા.રાષ્ટ્રપતિ મુર્મુએ દરેકને ગુરુ રવિદાસજીના ઉપદેશોને અપનાવવા અને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા હાકલ કરી.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 2:17 પી એમ(PM) | મહાન સંત રવિદાસની જન્મજયંતિ
આજે દેશભરમાં મહાન સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી
