આજે દેશભરમાં મકરસંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે, જે લણણીની મોસમ અને કૃતજ્ઞતા અને એકતાની ભાવનાને દર્શાવે છે. મકરસંક્રાંતિએ લોકો ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. તમિલનાડુમાં પોંગલની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારો
શણગારેલા માટીના વાસણોમાં પરંપરાગત વાનગી, પોંગલ રાંધી રહ્યા છે, અને કૃતજ્ઞતાના સંકેત તરીકે સૂર્ય ભગવાનને અર્પણ કરી રહ્યા છે.
આસામમાં, માઘબિહુ, અથવા ભોગાલી બિહુ, પરંપરાગત ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. ગુજરાત અને પશ્ચિમ ભારતના અન્ય ભાગોમાં, પતંગનો
તહેવાર, ઉત્તરાયણ, આકાશને મેઘધુનિષી રંગોથી શણગારી રહ્યાં છે.