ડિસેમ્બર 25, 2025 2:21 પી એમ(PM)

printer

આજે દેશભરમાં નાતાલની ઉજવણી … રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનંત્રીએ શુભકામનાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર માનવતાના કલ્યાણ માટે ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે નાતાલ લોકોને સમાજમાં શાંતિ, સંવાદિતા, સમાનતા અને સેવાના મૂલ્યોને મજબૂત કરવા પ્રેરણા આપે છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો સમાજમાં કાયમી શાંતિને પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના દિવસે નવી દિલ્હીના કેથેડ્રલ ચર્ચમાં એક ખાસ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. તેમના સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કામના કરી કે નાતાલ સમાજમાં દયા અને કરુણાની ભાવના જાગૃત કરે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.