ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 12:56 પી એમ(PM) | HOLI-DHULETI

printer

આજે દેશભરમાં ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ મંડળથી માંડીને અયોધ્યા ધામ સુધી લોકો ધુળેટીનાં રંગે રંગાઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં ભગવાન નૃસિંહ વિશ્વ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સલામતીનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
કોલકતાના અમારા સંવાદદાતા જણાવે છે કે, પશ્ચિમ બંગાળમાં હોળીને ડોલ યાત્રા તરીકે ઉજવવામાં આવે છે. હાવરા જિલ્લામાં બેલુર મઠ ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગૌડિયા મઠે કોલકતામાં ભાગવત સભા અને ગૌર પરિક્રમા જેવી વિધીનું આયોજન કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ