આજે દેશભરમાં દેવદિવાળી અને ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવી રહી છે, ગુરુ નાનક જયંતિ જેને ગુરુપુરબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દસ ગુરુઓમાંના પ્રથમ અને શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, ગુરુપુરબ સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે. તે શીખ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે.દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ નાનક જયંતિની પૂર્વસંધ્યાએ તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પ્રસંગ બધાને ગુરુ નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવા પ્રેરણા આપે છે અને બધાને વધુ સારા સમાજના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમણે ઉમેર્યું કે ગુરુ નાનકજીનો સંદેશ શીખવે છે કે સત્ય, ન્યાય અને કરુણા પર આધારિત જીવન જીવવુંએ સફળતાનું સાચું માપદંડ છે.તેઓ બધાને પ્રામાણિકતા સાથે જીવવા અને અન્ય લોકો સાથે સંસાધનો વહેંચવા માટે પણ પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિએ દરેકને ગુરુ નાનક દેવના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવા અને વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે તેમના દ્વારા બતાવેલા માર્ગને અનુસરવા વિનંતી કરી.
Site Admin | નવેમ્બર 5, 2025 9:51 એ એમ (AM)
આજે દેશભરમાં દેવદિવાળી અને ગુરુ નાનક જયંતિની ઉજવણી