આજે દેશભરમાં ઓણમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કેરળનો સૌથી મોટો તહેવાર છે.આ સાથે આજે દેશના વિવિધ ભાગોમાં પયગંબર હઝરત મુહમ્મદના જન્મદિવસ, ઈદ મિલાદ-ઉન-નબી, ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે પેયગંબર મુહમ્મદના જીવન અને ઉપદેશો સાથે સંબંધિત “મિલાદ મહેફિલ્સ” અને “સીરત સંમેલનો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રસંગે મિલાદના જુલુસ પણ કાઢવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓણમ અને ઈદ-ઉલ-મિલાદ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓણમ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાનું એક અનોખું ઉદાહરણ છે અને આ તહેવાર સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ ઉપરાંત એકતા, સહયોગ અને ભાઈચારાના મહત્વને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ તહેવાર આશા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ તહેવાર સમાજમાં ભાઈચારો અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને મજબૂત બનાવશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 2:13 પી એમ(PM)
આજે દેશભરમાં ઓણમ – ઈદે મિલાદની ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી- રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી.
