આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી – પ્રબોધિની એકાદશી છે. આજના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. આજથી તુલસી વિવાહ સાથે દેવદેવાળીના પંચ પર્વનો આરંભ થાય છે.શ્રીહરિ ચારમાસ બાદ જાગૃત થાય છે એ સાથે જ માનવ સમાજ શુભ પ્રસંગો, લગ્ન સમારંભોનું આયોજન કરે છે. પર્યાવરણને શુદ્ધ કરનાર, ધરતી લોકની સંજીવની સમાન તુલસીના પ્રતિકાત્મક રીતે ભગવાન વિષ્ણુ સાથેના વિવાહ થાય છે. મંદિરોમાં અન્નકુટ અને દેરાસરોમાં પટ્ટ દર્શનના આયોજન થાય છે. કારતક સુદ પૂર્ણિમાએ દેવદેવાળી પર્વ ઉજવવામાં આવે છે.આજથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રહેશે, પરંતુ સંતો પ્રતિકાત્મક પરિક્રમાથી આ પરંપારને જાળવી રાખશે.
Site Admin | નવેમ્બર 2, 2025 10:00 એ એમ (AM)
આજે દેવઉઠી એકાદશી તુલસી વિવાહ સાથે દેવદિવાળી પર્વનો પ્રારંભ