ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 10, 2025 2:10 પી એમ(PM) | વ્યવહાર

printer

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રયાગરાજ એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ અને શ્રમશક્તિ એક્સપ્રેસ સહિત દિલ્હી જતી લગભગ 26 ટ્રેનો અને 150થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ ઉપરાંત 26 જેટલી ટ્રેનોમાં પણ વિલંબ થયો હતો. હવામાન વિભાગે શીત લહેર અને ગાઢ ધુમ્મસને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ સમાન સ્થિતિ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની આગહી કરી છે.