ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)

printer

આજે દક્ષિણ ગુજરાતના તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

રાજયમાં ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે રાતે 2 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાનાં નાંદોદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરુચના ઝગડિયા, સુરતના ઉમરપાડા અને મહીસાગરના બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગત રાતે અમદાવાદમા પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો.અરવલ્લીના મોડાસામાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભિલોડામાં મેશ્વો જળાશય ઓવર ફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો જળાશયમાંથી હાલ 949 ક્યુસેક પાણી છોડાયું છે. મોડાસાના માજમ જળાશયનીમ ર પાણીની આવક નોંધાઈ છે.દરમ્યાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ જામ્યો છે.આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે.