આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં સંપૂર્ણપણે દેખાશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 8 વાગીને 58 મિનિટે શરૂ થશે અને જે આવતીકાલ સવારે 2 વાગીને 25 મિનિટે સમાપ્ત થશે. આ એક દુર્લભ ખગોળીય ઘટના એક દાયકામાં સૌથી લાંબા ગ્રહણમાંની એક હશે. તેનો સમયગાળો 82 મિનિટનો હશે અને ચંદ્રગ્રહણ પાંચ કલાકથી વધુ ચાલશે.ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. આ દરમિયાન, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ઘટના ફક્ત પૂર્ણિમાના દિવસે જ થાય છે. આ હેઠળ, પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બધા એક રેખામાં હોય છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 8:37 એ એમ (AM)
આજે થનારુ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે
