હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં અને 17 ઓગસ્ટ સુધી તેલંગાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે.દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.હવામાન વિભાગે 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 15 થી 18 ઓગસ્ટ સુધી યલો એલર્ટ રહેશે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:43 એ એમ (AM)
આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ