ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ઉપરાંત હવામાન વિભાગે  ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દેશના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તમિલનાડુના છૂટાછવાયા સ્થળોએ ભારે પવન ફૂંકવાની આગાહી પણ કરી છે. 
Site Admin | જુલાઇ 9, 2025 1:56 પી એમ(PM)
આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી