સપ્ટેમ્બર 17, 2024 11:14 એ એમ (AM)

printer

આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ શરૂ થશે.
ભારતીય હોકી ટીમે ગ્રૂપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું.

બીજી તરફ ચીન પ્રથમ રાઉન્ડમાં ભારત સામે 3-0થી હારી ગયું હતું. તેણે લીગ સ્ટેજમાં કોરિયા અને જાપાનને હરાવ્યા હતા. ભારત 2011, 2016, 2018 અને 2023માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂક્યું છે.
દરમિયાનમાં ચીનની ટીમ તેના પ્રથમ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.