આજે અનંત ચતુરદશી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ગણેશ વિસર્જન કરાશે. રાજયભરમાં ભક્તો આજે અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે દુંદાળા દેવને વિદાય આપશે.અમદાવાદમા ગણેશ વિસર્જન માટે 40 જગ્યાએ 49 કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડ પર 50 ક્રેન, 50 જેસીબી, 50 ટ્રક મુકાયા છે આ સાથે ફૂલ માળા, શણગાર તથા પૂજાપાની સામગ્રી માટે અલગ ડબ્બા મૂકવામાં આવ્યા છે. 190 સફાઈ કર્મી તથા 250 ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરાયા છે. amc દ્વારા શહેરમાં 6 સ્થળે સ્ટેજ બનાવાયા છે જ્યાં ભક્તિગીતો સાથે ગણપતિ દાદા પર પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવશે.ગણેશ વિસર્જન દરમ્યાન ટ્રાફિક અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. ગણેશ વિસર્જન નિમિત્તે ગીતા મંદિર, રાયપુર, વાડજ સ્મશાન ગૃહ સહિત શહેરના અમૂક વિસ્તારોમાં તમામ પ્રકારના વાહનો માટે બપોરે 1 વાગ્યાથી જ્યાં સુધી ગણેશ વિસર્જન પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મુકી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને પ્રતિબંધિત કરેલ રસ્તાઓને ‘નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.સુરત ખાતે પણ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઇ છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતે નગરજનોને જરૂરી તકેદારી રાખવા તથા સમયસ વિસર્જન માટે સમયસર નિકળવા કરવા વિનંતી કરી છે
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 8:41 એ એમ (AM)
આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ્યમાં ગણેશ વિસર્જન, સમયસર વિસર્જન માટે નિકળી સહકાર આપવા પોલીસની લોકોને અપીલ
