ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, વરિષ્ઠ IMD વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી 3 થી 4 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત દેશના પૂર્વ ભાગમાં પણ વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આજે કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દેશના ઉત્તરપૂર્વ ભાગમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Site Admin | જુલાઇ 13, 2025 8:47 એ એમ (AM)
આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી