ડિસેમ્બર 2, 2025 9:39 એ એમ (AM)

printer

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક આજે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.મંગળવારે યોજાનારી S.L.B.C.ની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરો, અધિકારીઓ સહભાગી થશે.2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.