આજે ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો તહેવાર છે આજે દેશ સહિત રાજ્યભરમાં આ પર્વની ઉજવણી થઇ રહી છે. દેશના અન્ય શહેરોની સાથેસાથએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મહાનગરો અને શહેરો અને ગામંડાઓ તેમી ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ઓપરેશન સિંદૂર સહિતની થીમ ઉપર ગણશે પંડાલોમાં ડેકોરેશન કરવામાં આવી રહ્યાં છે.આજે જૈનોના તપ જપ અને ક્ષમાયાચનાના પર્વ સંવત્સરીની પણ આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજયના જૈન દેરાસરોમાં સવારથી જ પ્રતિક્રમણ સહિતના ઘાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આજના આ બંને પર્વની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.દેશ અને રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. 10 દિવસના ગણેશ ઉત્સવ દરમિયાન લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે બાપાની પુજા અર્ચન કરે છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ સૌથી મહત્વપૂર્ણ ઉજવણીઓમાંનો એક માનવામાં આવતો આ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 8:44 એ એમ (AM)
આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશ સહિત રાજ્યભરમાં ઉજવણી
