ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 9:37 એ એમ (AM)

printer

આજે ગણેશ ચતુર્થના પાવન પર્વ પર રાજ્યભરમાં ગણેશ સ્થાપન, જ્યારે ક્ષમાયાચનાના સવંત્સરીના પર્વની જૈનો દ્વારા ઉજવણી – મુખ્યમંત્રીએ બંને તહેવારોની શુભકામના પાઠવી

આજે ગણેશચતુર્થી છે ત્યારે તેની ઉજવણી માટે રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સંથાઓ દ્વારા આ તહેવારની અનેક રીતે ઉજવણી કરવામાં આવશે.અમદાવાદ, સુરત, વડોદરા સહિતના તમામ શહેરો અને નગરો તેમજ ગામડાઓમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. ગણેશ પંડાલો ઓપરેશન સિંદૂર સહિતની વૈવિધ્યસભર થીમ ઉપર શણગારવામાં આવ્યા છે. દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ મંડળીઓ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરાશે. રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની પણ જાહેરાત કરાઇ આવી છે. જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયા, બીજા ક્રમને ત્રણ લાખ અને ત્રીજા ક્રમને એક લાખ 50 હજારના પુરસ્કાર અપાશે.પર્યુસણ મહાપર્વનું આજે સમાપન થઇ રહ્યું છે. વર્ષ દરમિયાન કોઈ પણની સાથે મન દુઃખ થયું હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે છે અને ક્ષમા આપવામાં પણ આવે છે જેને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે, આજે વહેલી સવારથી ઉપાશ્રયમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આઠ દિવસ દરમિયાન જે કંઈ તપ કર્યું હોય તેમણે પાંચમ અને છઠના દિવસે પારણું કરતા હોય છે. આ દિવસે સવારે વ્યાખ્યાનમાં બારસા સૂત્ર પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા વાંચન કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની અને જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.ગણેશ ઉત્સવની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, રાષ્ટ્ર અને રાજ્યની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ બળ પ્રદાન કરશે એવી કામનાઓ મુખ્યમંત્રીએ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.તેમણે ઇકોફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરીને પર્યાવરણ જાળવણી સાથે શ્રીજીની આરાધના-ઉપાસના કરવાનો પણ સૌને અનુરોધ કર્યો છે.મુખ્યમંત્રીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવતા તેમણે કહ્યું હતું કે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચનાનું આ પર્વ છે.ભગવાન શ્રી મહાવીરના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં આ પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે.