ડિસેમ્બર 10, 2025 10:10 એ એમ (AM)

printer

આજે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવાર દસ વાગે કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિત જણશની ખરીદી, રાજ્યમાં ખાતરની અછત તથા રાહત પેકેજ મામલે થયેલી અરજીઓની સમીક્ષા કરાશે.
જ્યારે અમદાવાદમાં સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ પ્રાથમીક વિગતો રજૂ કરશે. આગામી વાઈબ્રન્ટ રિજનલ સમિટને લઈ ચર્ચા થશે. આ ઉપરાંત આગામી કાંકરીયા કાર્નિવલ, કાઇટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમો પર પણ ચર્ચા કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો ઉપર પણ વિચારણા કરાશે.