મે 2, 2025 3:19 પી એમ(PM)

printer

આજે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યાં, આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

ઉત્તરાખંડમાં આવેલા વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાત વાગ્યે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા. આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી શકશે. કપાટ ખૂલતાની સાથે જ હૅલિકૉપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને આર્મી બૅન્ડે મધૂર ધૂન વગાડી હતી. આ સાથે કેદારનાથની ખીણ શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે ગૂંજી ઊઠી. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ અક્ષય તૃતિયાના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે બુધવારે યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબા કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. કેદારનાથ ધામ માટે હેલીકોપ્ટર સેવાઓ પણ આજથી શરૂ થઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.