આજે કાળી ચૌદસે રાજ્યના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજન અને હવન કરવામાં આવી રહ્યા છે. આજે મહકાળી મા, ભૈરવનાથ, હનુમાનજી, ઘંટાકર્ણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની ઉપાસના કરવાનો દિવસ છે.
ભાવનગરના પાલીતાણાના સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળીચૌદશ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ વર્ષે યજ્ઞની મુખ્ય થીમ ‘યજ્ઞ સિંદૂર’ રાખવામાં આવી છે.
ગાંધીનગર નજીક આવેલા મહુડી જૈન મંદિર ખાતે આજે વિશેષ હવન-જાપનું આયોજન કરાયું છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલા સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે વિશેષ 108 દિવડાની મહાઆરતી કરવામાં આવી.
ધનતેરસની મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમટ્યા હતા. આવનારું વર્ષ દરેક રીતે સુખમય બની રહે તે માટે દાદાના આશીર્વાદ તમામ લોકો ઉપર બન્યા રહે તેમ મંદિરના પૂજારી રમેશભાઈએ જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 19, 2025 7:14 પી એમ(PM)
આજે કાળી ચૌદશે રાજ્યના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજન અને હવનનું આયોજન – ગાંધીનગરના ડભોડામાં હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી
