હવામાન વિભાગે આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે છત્તીસગઢ, કેરળ, માહે, તેલંગાણા અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આજે મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઓડિશા અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન,મૂંબઈમાં ગઇકાલે ભારે વરસાદ નોંધાયો છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:28 એ એમ (AM)
આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ