ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી એવા કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધતા રુલ લેવલ જાળવવા માટે આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા હતા.. કરજણ ડેમના ગેટ નં. 3 અને 5 – 40 સેન્ટીમીટર ખોલવમાં આવ્યાં છે. ડેમમાં પાણીની આવક 6 હજાર 129 ક્યૂસેક નોંધાઈ છે. કરજણ ડેમના હેઠવાસમાં આશરે ત્રણ હજાર 851 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:17 પી એમ(PM)
આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા