ઓગસ્ટ 3, 2025 9:52 એ એમ (AM)

printer

આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કેરળ અને બિહારમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ઉપરાંત ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપૂર્વીય રાજસ્થાન, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.દરમ્યાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્યના 400થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.