ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે માત્ર ઘોઘા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.