હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને બિહારમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી છે.ઉપરાંત આંધ્રપ્રદેશ, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન ફૂંકાશે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:19 એ એમ (AM)
આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી