ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 3, 2025 10:26 એ એમ (AM)

printer

આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આવેલી અનુસાર પવનની દિશા દક્ષિણ પશ્ચિમી છે. ચોમાસુ ધીમે ધીમે દક્ષિણ ભારતથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર રહેશે. આકાશ વાદળછાયું રહેશે તેમ જ વીજળી સાથે છૂટા છવાયા સ્થળોએ સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી આઠ જૂન સુધી રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ અને પૂર્વી દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની શક્યતા પણ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું