પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે.આ પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહા-રક્તદાન શિબિર યોજાવા જઈ રહી છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે.અમદાવાદ ખાતે આયોજિત રાજ્યવ્યાપી મહારક્તદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા. તેમણે આ મહારક્તદાન કાર્યક્રમને માત્ર ઉજવણી નહીં, પરંતુ જીવન બચાવવાનો મહાયજ્ઞ ગણાવ્યો.ઉલ્લેખનીય છે કે, એક જ દિવસમાં 56 હજાર 256 યુનિટ રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ નોંધાયો. રાજ્યમાં 378 સ્થળોએ ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં કુલ 2 લાખ 21 હજારથી વધુ રક્તવીરો દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં “ઓપરેશન સિંદૂર” અને “નમો કે નામ રક્તદાન” અંતર્ગત જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો.રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ઉત્સાહભેર રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવી, તેમના આ જીવનરક્ષક કાર્યની સરાહના કરી. રાજ્ય કર્મચારી મહામંડળ, રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણીક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારના આયોજનથી ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો, 1 દિવસમાં 1 લાખથી વધુ રક્તદાતા, 300થી વધુ રક્તદાન શિબિરો યોજાઇ.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિરનો પ્રારંભ થયો. જ્યારે પ્રાંતિજ અને વડાલી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતમાં રકતદાન યોજાયું હતું. જિલ્લાના આઠે તાલુકામાં 56 હજારથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું.સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મનોરથ રૂપે 75 કિલોના લાડૂનો ભોગ અર્પણ કરાશે.અમરેલી ખાતે આજે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના માર્ગદર્શન નીચે રકતદાન કેમ્પનું આયોજન કરાયું.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:06 એ એમ (AM)
આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટા મહા રક્તદાન શિબિર
