IPL T20 ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સ આજે બપોરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થવાની છે. પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેવા માટે ટાઇટન્સ માટે આ મેચ મહત્વપૂર્ણ છે બીજીતરફ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આ મેચ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે … જ્યારે અન્ય મેચમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે.