પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં એકસાથે 75 સ્થળે નમો યુવા રન મેરેથોન યોજાઇ. આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી આ મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરતમાં પણ નશામુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયેલી મૅરેથૉનમાં 10 હજાર જેટલા યુવાનો જોડાયા.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ પાંચ કિલોમીટર સુધી યોજાયેલી મેરોથોનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. દરમિયાન વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 3:49 પી એમ(PM)
આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું