ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 6:16 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ નૈતિક મુલ્યોને તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ બનાવવા કહ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને જીવનમાં એવું કોઈ કામ ન કરવા જણાવ્યું છે જેનાથી તેમની છબી ખરાબ થાય. તેમણે જણાવ્યું કે, ઉચ્ચતમ નૈતિક મુલ્યો તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ હોવો જોઇએ. સુશ્રી મુર્મુએ રાજસ્થાનના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે ઉદયપુરમાં મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32મા પદવીદાન સમારોહને સંબોધતા કહ્યું કે, ‘ આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહી છે. આજે ચંદ્રક પ્રાપ્ત કરનારા લોકોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા વધુ છે. દીકરીઓ આજે આગળ આવી રહી છે,જે દેશ અને સમાજ માટે ગૌરવની વાત છે. શિક્ષણ એ સશક્તિકરણનું સૌથી યોગ્ય માધ્યમ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.