આજે જૂનાગઢ પોતાનો 78મો આઝાદ દિવસ મનાવશે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે આઝાદ થયુ. ત્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહભરી રાજનીતિ અપનાવી આરજી હુકુમત સેનાની સ્થાપના કરી અને 84 દિવસની લડત બાદ 9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ નવાબી શાસનમાંથી મુક્ત થયું અને નવાબ લાહોર ચાલ્યા ગયા.
આમ જુનાગઢની સ્વતંત્રતામાં સરદાર પટેલનો સિંહ ફાળો હોય હોવાને કારણે જુનાગઢથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ થશે. સરદાર પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જૂનાગઢના પ્રવાસે છે.
Site Admin | નવેમ્બર 9, 2025 9:16 એ એમ (AM)
આજના જૂનાગઢના મુક્તિ દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યવ્યાપી યુનિટિ માર્ચનો આરંભ કરાવશે